મારી જીવન સરિતામાં શ્રી હરિની કૃપા,વડીલોનાં આશીર્વાદ તથા એ દરેક સ્નેહીજનોની લાગણીનો સમન્વય થયેલો છે, જેમના કારણે એજ બધાં લાગણી ભીનાં સ્પંદનોને હું "સમન્વય" પર દર્શાવી શકી..!.. "શ્રીજી"ની કૃપાથી આ સ્પંદનોની "સૂર-સરગમ" બની અને એજ મને એક "અનોખું બંધન" આપી ગઈ..!. એ તમામ સ્નેહીજનો તથા આપ સહુ ને ખરા અંતઃકરણપૂર્વક ભાવ ભીની સ્નેહાંજલી અર્પણ કરું છું..! સમન્વયનાં માધ્યમથી આપ પણ આ લાગણી ભીની લહેરોનાં સ્પર્શથી ભીંજાઈને શ્રી હરિનો અનેરો સાક્ષાત્કાર કરી શક્શો..!!
![tn[3] (2)](http://farm4.static.flickr.com/3232/2299225856_a4be97ba5e_o.jpg)
April 30th, 2008
pragnaju Says :
સમન્વય એટલે બાંધછોડ નહીં જ.યોગ,ભક્તિ,જ્ઞાન તથા કર્મ સૌનો સમન્વય કરવો જોઈએ.સાધક સાધકાવસ્થાને વટાવીને સિદ્ધાવસ્થાએ પહોંચે છે.પૂર્ણ માનવ જેનો આધાર લઈને પોતે આગળ વધે છે તે પોતાની આજુબાજુના જગતને તો નહિ જ ભૂલે.એને માટે પણ શક્ય એટલું કરી છૂટશે એવી આશા રાખીએ.